મંગળવાર, 26 જાન્યુઆરી, 2016



સિટીના નવ સિંગર્સ દ્વારા તૈયાર થયેલા નેશનલ એન્થમમાં મ્યુજિક વગર જ હ્યુમન બોડીથી મ્યુઝિક અને રિધમ તૈયાર કરવામાં આવ્યું છે
અત્યારે દેશમાં રિપબ્લિક ડેનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે વિશ્વ ભારતને યંગસ્ટર્સના દેશ તરીકે ગણના કરી રહ્યું છે. કારણ કે ભારતમાં સૌથી વધારે પોપ્યુલેશન યંગસ્ટર્સની છે. આ પ્રજાસત્તાક દિવસના સેલિબ્રેશનને અનોખી રીતે રીતે સેલિબ્રેટ કરવા માટે સિટીના યંગસ્ટર્સે નેશનલ એન્થમનું 'એકાપેલા' વર્ઝન તૈયાર કર્યું છે. જેમાં સિટીના યંગ ૯ સિંગર્સ દ્વારા નેશનલ એન્થમને રજુ કરવામાં આવ્યું છે, સાથે જ આ એકાપેલા વર્ઝનનો વીડિયોને ૨૬- જાન્યુઆરીના દિવસે સોશીયલ મિડીયા પર લોંચ કરવામાં આવશે. નેશનલ એન્થમના નવા વર્ઝન વિશે માહિતી આપતા મ્યુજિક કમ્પોઝર આકાશ શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પહેલીવાર નેશનલ એન્થમનું પહેલીવાર એકાપેલા વર્ઝનમાં રજુ કરવામાં આવશે. કદાચ ભારતમાં પણ પહેલીવાર આ વર્ઝન હશે. આ ગીતની શરૂઆત વિશે વાત કરુતો અમે ફ્રેન્ડ્સ સાથે નક્કી કર્યું કે કંઇક અલગ રીતે કામ કરીએ. તેથી અમે એકાપેલા વર્ઝન તૈયાર કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ અમે સિટીના નવ યંગ સિંગરને આ પ્રોજેક્ટમાં જોડયા. એક નાઇટમાં અમે આ વીડિયોનું ઓડિયો તૈયાર કર્યું, ત્યારબાદ અને વિડીયો પણ શુટ કર્યો. અમે આ વિડીયોને રીપબ્લિક ડે પર રીલીઝ કરીશું.
શું છે એકાપેલા કોન્સેપ્ટ
એકાપેલા કોન્સેપ્ટમાં તૈયાર થયેલા સોંગમાં કોઇ પ્રકારના મ્યુઝીકનો ઉપયોગ કરવામાં આવતો નથી. સોંગમાં માત્ર હ્યુમન બોડીનો જ ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મ્યુઝીક, રીધન પણ બોડી દ્વારા જ રજૂ કરવામાં આવે છે.